રસ્તાની વચ્ચોવચ ગરબા રમવું યુવક-યુવતીઓને ભારે પડ્યું, ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી

Newsvishesh
By Newsvishesh 179 Views
Jamnagar Garba Video

જામનગરમાં જાહેર રોડ પર રિલ્સ બનાવવી મોંઘી પડી છે. બેડીબંદર રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી થઇ છે. જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગરબા ક્લાસીસના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

નાગરિકોને પડતી અગવડતાની અવગણના કરી તેમજ ગંભીર અકસ્માત થવાની શક્યતા હોય તે રીતે રોડ શેફ્ટીના નિયમોનો ભંગ કરીને આ ગ્રૂપ ગરબા રમી રહ્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને જાહેરમાં ગરબા કરાવતા ગરબા સંચાલક અને કોરિયોગ્રાફરની અટકાયત કરી છે. તેઓ સામે કલમ 151 હેઠળનાં પગલાં લેવામાં આવ્યાં છે

આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમે રીલ્સ બનાવે છે. જોકે, આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે.

Share This Article
Leave a comment