યુ.પીના બદાઉ હત્યા કેસમાં બે દિવસથી ફરાર આરોપી જાવેદની બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઘટના બાદ જાવેદે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને દિલ્હી ભાગી ગયો હતો.
બદાયુ હત્યા કેસમાં 2 દિવસથી ફરાર જાવેદની પોલીસે બરેલીથી ધરપકડ કરી છે. તે બરેલીથી નેપાળ થઈને પીલીભીત ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. આ પહેલાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે હું સરેન્ડર કરવા બરેલી આવ્યો છું.જે હત્યા થઈ છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. મારા ભાઈએ તે કર્યું. પોલીસે તેના પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
જાવેદ અને તેના ભાઈ સાજિદે 19 માર્ચની સાંજે બદાયુની બાબા કોલોનીમાં અસ્ત્રા વડે બે સગા ભાઈઓની હત્યા કરી નાખી હતી. બાળકો 14 અને 6 વર્ષનાં હતાં. ઘટનાને પગલે રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરી હતી. ઘટનાના ત્રણ કલાક બાદ મંડી કમિટી પોલીસે આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ 20 માર્ચે કરવામાં આવ્યું હતું.
આ મુજબ, 14 વર્ષના બાળકના શરીર પર 9 ઘા મળી આવ્યા હતા. તેના ગળા ઉપરાંત હાથ, ગરદન, છાતી અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, 6 વર્ષના બાળકના શરીર પર 11 ઘા મળી આવ્યા હતા…