ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળી પર રજા કરવામાં આવી જાહેર

ન્યૂયોર્કમાં રહેતા ભારતીયો માટે ખૂશીના સમાચાર સામે આવ્યા છે. હવે અહીંની શાળાઓમાં આવતા i વર્ષથી દિવાળી પર જાહેર રજા રહેશે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી જાહેરાત કરી છે. ન્યૂયોર્કના મેયર એડમ્સે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય સમુદાય તરફથી દિવાળી દરમિયાન શાળામાં રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જેથી તેમણે કહ્યું કે હવે કાયદો પસાર થયા બાદ આવતા વર્ષે ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળીની રજા રહેશે. સાથે જ મેયર એરિક એડમ્સે એક વીડિયો પણ શેર કર્યો. અને ભારતીયોને દિવાળીની શુભકામના પણ પાઠવી…

Leave a Comment