અમદાવાદમાં 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા હજારો લોકોના લાયસન્સ હવે સસ્પેન્ડ કરાશે.
અમદાવાદ RTOમાં છેલ્લા 3 મહિનામાં પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની ૩ હજાર દરખાસ્ત મળી છે. 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે દરખાસ્ત મોકલી છે. આ તમામ લોકોને RTO દ્વારા નોટીસ મોકલાઈ છે જેનો 7 દિવસમાં જવાબ આપવાનો રહેશે. 7 દિવસમાં તેનો જવાબ કે ખુલાસો રજુ ન કરાય તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આમા મોટા ભાગના હેલમેટ વગરના ડ્રાઈવીંગના કેસ છે. ૩૦૦૦માંથી GJ-1 ની 1380 દરખાસ્ત છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં 700 લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ટ્રાફિકના નિયમોને હળવાશથી લેતા લોકો હજુ પણ જાગી જાય નહીંતર તમારુ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે.
license-3000-people will be suspended-Ahmedabad