Dakor Mandir : ડાકોરના આ ધામમાં નિત્ય 6 વખત રણછોડરાયજીને ભોગ લગાવવામાં આવે છે અને જે દિવસે ડાકોર મંદિરમાં (Dakor Temple) ભગવાનના દર્શનનો સમય વધારવામાં આવે તે દિવસે વધારાનો એક ભોગ જેનુ શ્રમભોગ છે તે પણ અર્પિત કરાય છે અને દર પૂનમ અને રવિવારના દિવસે ભકતોની ભીડ વધુ રહેતી હોય છે આ ધામમાં ખાસ કરીને રથયાત્રા , જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.
Read Also : એક એવું ગામ જ્યાં વર્ષોથી નથી થતી હોળીના પર્વની ઉજવણી, જાણો શુ છે રહસ્ય
ડાકોરના આ ધામમાં શ્રી હરિ ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા હતા ત્યારે આ ધામમાં ભકત બોડાણાનુ મંદિર પણ આવેલુ છે. ભક્તિની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ડાકોર તો આવી ગયા પરંતુ ત્યાં સ્થાપિત કયા થવુ એક સ્થળ નક્કી ન હતુ. ત્યારે માતા લક્ષ્મી જે શ્રી હરિ વિષ્ણુના અર્ધાગિની છે તેમણે પોતાના ધામમાં પ્રભુને સ્થાન આપ્યુ. પરંતુ જ્યારે ડાકોર ધામનુ નિર્માણ થયુ ત્યારે રાજા રણછોડ ત્યાંથી જવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મીએ તેમની પાસે એક વચન માંગ્યુ અને તે વચનના સાક્ષી બન્યા હનુમાનજી અને લક્ષ્મીજીના ધામના આ પરિસરમાં સાક્ષી હનુમાનજીનુ પણ મંદિર આવેલુ છે જે આજે પણ આ લક્ષ્મીજી અને રાજા રણછોડના વચનની સાક્ષી પુરે છે તો શુ હતુ એ વચન અને કેવો લક્ષ્મીં ધામનો મહિમા આવો જાણીએ.
Read Also: Kalyan Pushti Haveli : જાણો અમદાવાદ માં ક્યાં છે બિરાજીત યમરાજાની બહેન યમુનાજી ?
ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્રમાનુ એક કહેવાય છે ડાકોરધામ. ચારધામની યાત્રા પછી રાજા રણછોડનાં દર્શન કરવાનો અનેરો મહિમા છે. ત્યાં સુધી યાત્રા અધૂરી ગણાય છે જેથી ભક્તો પણ આ ધામ પર શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખે છે..આ ધામની સૌથી મોટી વિશેષતા છે આ ધામમાં આવેલ ગોમતી તળાવ. જેના જળને સ્પર્શ કરીને ભક્તો થાય છે પાવન.
કલાકૃતિઓ મંદિરની ભવ્યતામાં લગાવે છે ચારચાંદ. ચાંદીના ચાર મોટા દરવાજા અને ગુંબજ એ મંદિરની સુંદરતામાં ઓર વધારો કરે છે દિવાલ પૌરાણિક બુંદી ચિત્રશૈલીનો ઉપયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોને ઉજાગર કરે છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી આરસપહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે. તો મંદિર પરિસરમાં બે મોટી દિવાદાંડી પણ છે જ્યાં દિવાળીના દિવસે હજારો દિવડાઓ પ્રકટાવવામાં આવે છે. આ ધામમાં લોકો દર્શનની સાથે ખરીદીનો પણ લ્હાવો લે છે કારણેક ડાકોરના ધામમાં મંદિરની સજાવટની વસ્તુઓ અને રસોડામાં કામ આવતી વસ્તુઓનુ મોટુ બજાર આવેલુ છે.
તો મંદિર તરફ જતા ઉમરેઠના રસ્તા પર મીઠી લીમડાની ડાળ આવેલી છે જે ભગવાન કૃષ્ણના સ્પર્શથી મીઠી થઈ હતીતો આમ , ભક્તિ અને ઉપાસનાના સમન્વય સમાન છે ડાકોરનુ આ પવિત્ર ધામ..કહેવાય છે કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ માધ્યમ છે તેની આરતી તો આવો આપણે પણ માણીએ ડાકોરના ધામની રાજા રણછોડની આરતી અને જોઈએ કે કેવો પવિત્ર માહોલ જોવા મળે છે આરતી દરમ્યાન.