Kalyan Pushti Haveli : જાણો અમદાવાદ માં ક્યાં છે બિરાજીત યમરાજાની બહેન યમુનાજી ?

Newsvishesh
0
Kalyan Pushti Haveli Vastrapur : આપણા શાસ્ત્રોમાં ભક્તિના નવ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેમાંનુ એક પ્રકાર છે પ્રેમલક્ષણા ભક્તિ. પરમપિતા શ્રી હરિ વિષ્ણુના બાળ સ્વરુપને પ્રેમથી પૂજવાનો સંદેશ આપે છે પુષ્ટિમાર્ગ. ત્યારે આજે આપને દર્શન કરાવીશુ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણપુષ્ટી હવેલી(Kalyan Pushti Haveli) ના જેમાં બિરાજીત છે યમરાજાની બહેન યમુનાજી. કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શ્રી હરિ વિષ્ણુને આરાધ્ય માનતા આ સંપ્રદાયને વૈષ્ણવ સંપ્રદાય કહે છે. જેનું પ્રાચીન નામ ભાગવત ધર્મ તરીકે પણ જાણીતુ છે. આ સંપ્રદાયની સ્થાપના જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કરી હતી. જેઓ હિંદુ ધર્મના પાંચ મુખ્ય આચાર્યોમાંના એક છે. તમામ વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણની હવેલી અનન્ય તીર્થધામ સમાન છે.


ષશ્ઠપીઠાધિશ્વર પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી ધ્વારકેશલાલજી મહારાજ (Dwarkeshlalji Maharaj) શ્રીની આજ્ઞાથી કલ્યાણપુષ્ટી હવેલી વસ્ત્રાપુરમાં વર્ષ દરમિયાન અનેક વિધ ઉત્સવોની ભાવપૂર્વક ઉજવણી થાય છે. વિશેષ કરીને શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ, જન્માશ્ટમી, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ, દિવાળી, ચોપડાપૂજન, અન્નકૂટ ઉત્સવ અને શ્રી કલ્યાણરાયજી પ્રભુનો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.


Read Alos : જાણો નડિયાદ ખાતે આવેલ શ્રી કેશવભવાની મંદિર | Keshav Bhavani Mandir નો મહિમા


શ્રી ગોવર્ધનરાયજી અને શ્રી ગીરીરાજજીના મોહિની સ્વરુપના દર્શન કરી તમામ શ્રદ્ધાળુઓ કૃતાર્થ થાય છે. કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે ના માત્ર અમદાવાદથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશવિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. હવેલીના પવિત્ર અને શાંત વાતાવરણમાં સૌ કોઈ પરમ શાંતિનો અનુભવ કરે છે. સવારે થતી મંગળા આરતીથી માંડીને પ્રભુની શયન આરતી સુધી ઠાકોરજીના આઠ સમાના દર્શન કરવાનો લ્હાવો લેતા હોય છે.


કલ્યાણપુષ્ટિ હવેલીના પેહલા માળે શ્રી ગીરીરાજજી અને શ્રી ગોવર્ધનનાથજીની સાથે શ્રી કલ્યાણરાયજી પ્રભુ બિરાજમાન છે. તો વળી હવેલીના નીચેના માળે શ્રી યમુનાજીની ખૂબ જ મનમોહક પ્રતિમા ભક્તોના દર્શનાર્થે સ્થાપિત છે. વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની જેમ જ શ્રી યમુનાજીની આરાધનાનું ઘણુ મહત્વ હોય છે. યમુનાજીની પ્રતિમાની પાછળ અસ્ખલિત રીતે જળનો પ્રવાહ ચાલુ રહે છે જે દર્શનાર્થીને યમુનાજીના જીવંત દર્શનનો અનન્ય લ્હાવો બક્ષે છે. આ દ્રશ્ય ઘણુ જ ભાવવિભોર કરનારુ હોય છે. કલ્યાણપુષ્ટિ હવેલીમાં અગિયારસના દિવસે શ્રી યમુનાજીના 21 પાઠ કરવામાં આવે છે.


Read Alos : 1500 કિલો સુવર્ણ શણગારમાં સજ્જ છે સલાબતપુરમાં સ્થાપિત ભવાની માતાનું પ્રાચીન મંદિર , આવો જાણીએ પ્રાચીન મંદિરનો મહિમા


તો વળી અહિં સ્થાપિત ગીરીરાજજીના દર્શનનો પણ અનેરો મહિમા છે. બાલકૃષ્ણએ ઈન્દ્રના પ્રકોપથી તમામ ગોકુલવાસીઓની રક્ષાકાજે પોતાની ટચલી આંગળીથી આખોય ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. તે જ રીતે અહિં પણ વિશાળ ગીરીરાજજીની સુંદર પ્રતિકૃતિ નિર્મિત છે. તમામ દર્શનાર્થીઓમાં ગીરીરાજજીની પરિક્રમાનો ઘણો મહિમા છે. પ્રેમલક્ષણા ભક્તિના પથને અનુસરતા પુષ્ટીમાર્ગની સાત ગાદીઓ દેશભરમાં આવેલી છે. આ સાતેય ગાદીઓના પ્રતિકાત્મક સ્વરુપ અહિં કલ્યાણપુષ્ટિ હવેલીમાં નિર્મિત છે. તો આમ તમામ વૈષ્ણવો માટે ભક્તિ અને આસ્થાનું પવિત્ર પ્રતિક એવી કલ્યાણપુષ્ટિ હવેલીનું સ્થાન તેમના હ્રદયમાં ઘણુ ઉંચુ સ્થાન ધરાવે છે.


Aaj No Suvichar In Gujarati | સુવિચાર ગુજરાતી

સાચુ બોલવાનું સાહસ રાખો પરિણામ ભોગવવાની શક્તિ પરમાત્મા આપશે
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top