નવરાત્રીના પાવન પર્વે માના આશિર્વાદ મેળવવા એ એક લ્હાવો છે અને તેના માટે મંદિરે જઇ દર્શન કરવા પડે છે પરંતુ ભક્તિની આ યાત્રામાં ઘરે બેઠા ત્રિગુણાત્મિકા દેવી (Trigunatmika Devi)ના દર્શન અમે આપને કરાવીશુ જે અતિ પાવન કારી છે જી હા પાવનકારી કારણકે આપ અંબાજી બહુચરાજી અને પાવાગઢ એક સાથે જઇ શકશો જેના માટે આપણે જઇશુ નડિયાદમાં આવેલ માઇ મંદિર ધામ.
નડિયાદ ખાતે આવેલા શ્રી કેશવભવાની મંદિર (Keshav Bhavani Mandir)ને સમગ્ર દેશમાં માઇ મંદિર તરીકે ખ્યાતિ મળેલી છે આ મંદિરે પહોચવાના માર્ગની વાત કરીએ તો આ મંદિર અમદાવાદ થી 56 કિલોમીટર દુર નડિયાદ ખાતે આવેલુ છે. દુરથી જોતા પણ જેના પ્રત્યે સૌ કોઇ આકર્ષાય તેવુ માઇ મંદિર નડિયાદના અને આસપાસના રહેવાસીઓ માટે આસ્થાનુ કેન્દ્રબિંદુ છે. કેસર ભવાની (Kesar Bhavani) નુ આ મંદિર આશરે 135 ફુટ ઉંચુ છે જ્યા 108 શીખરકળશ અને 51 મુર્તીઓના દર્શન થાય છે એવુ આ મંદિર શ્રી માઇ મોક્ષ ધામ તરીકે પણ ઓળખાય છે. વિક્રમસંવત 1997માં આસો સુદ પુનમના દિવસે અહિં ત્રિગુણાત્મિકા દેવીની યંત્ર સ્વરુપે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી
માં એજ ઇશ્વર 33 કરોડ દેવી દેવતાઓના એક જ સ્થાને દર્શન આ માઇ ધામની વિશેષતા છે , અહિ એક સાથે ત્રણ દેવી બિરાજમાન છે. મહાકાળીમા, મા અંબા અને મા બહુચર. આ ત્રિગુણાત્મિકા દેવી(Trigunatmika Devi) સમક્ષ વૈભવ સુખ અને સંતતિ અપાવતુ અતિ દૈદિપ્યમાન શ્રી યંત્ર આવેલુ છે. અને વાર તહેવાર અને પાવન પર્વે વિશેષ પુજન અર્ચન થાય છે અને માતાજીનો અનેરો શણગાર પણ થાય છે સાથે જ અહિં નવરાત્રીનુ મહત્વ પણ વિશેષ છે.
સઘળા કષ્ટો હરનારી માંના ચરણોમાં રોજબરોજ ભક્તોતો આવે જ છે પરંતુ ચૈત્રી નવરાત્રી દરમિયાન આ મંદિરે દર્શન કરવા આવવાનો વિશેષ મહિમા રહેલો છે મંદિરનુ પ્રાંગણ અતિ વિશાળ છે અને આ પ્રાગણમાં ભક્તો નિરાતે વિસરીને માની ભક્તિ અને આરાધના કરી શકે છે. માંની સાથે આસ્થા અતુટ જોડાયેલી હોય છે અને તે વાતનો પુરાવો અંહિ મંદિરમાં આવતા ભક્તો આપે છે તેમના તમામ દુખોની અરજ ભક્તો માતાની સમક્ષ મુકે છે અને મા તેને પુર્ણ કરવાના આપે છે આશિષ
એક સાથે ત્રણ દેવીના દર્શન ખુબ જ અલૌકિક અને શાતાની અનુભુતિ કરાવે છે મા જગદંબાના આ પાવન અવસર પર મંદિરમાં ખુબ જ મોટી કતાર લાગે છે અને સૌકોઇ અહિં આવી શ્રી યંત્રની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જે આ મંદિરની વિશેષતા છે.
ડાબી બાજુની આ પ્રથમ મુર્તિ કાલી માતાની છે , વચ્ચેની મુર્તિ અંબાજી માતાની છે અને જમણી બાજુની મુર્તી ત્રીજી મુર્તી બહુચર માતાની છે નિત નવા વસ્ત્રો નવી સવારી સાથે ત્રિગુણાત્મિકા મા. અહિં છે બિરાજમાન. નિત્ય નવા અલંકારો અને ફુલોથી શુશોભિત આ ત્રિગુણાત્મિકા દેવીની સાથે અંહિ ગર્ભગૃહમાં નવ યંત્રો પણ છે
આપણા મંદિરોની સ્થાપત્ય શૈલી અને ઉત્તર ભારતના મંદિરની ગોપુરમ શૈલીના સમન્વય સાથે તૈયાર થયેલ આ મંદિરમાં ખુબ જ સુંદર ભાસે છે આ મંદિરમાં ઠેર ઠેર અનેક દેવ દેવીઓની મુરત સ્થાપિત છે અહિં મંદિરના પ્રથમ માળે દેવી શ્રી ભુવનેશ્વરીના ધામમાં દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની પણ મુર્તિ સ્થાપિત છે
અહિં મંદિરની બીજા માળે પણ અનેક દેવીદેવતાઓની વિવિધ મુર્તીઓ સ્થાપિત છે જેને જોઇને ભક્તો ભાવ વિભોર થઇ જાય છે ભક્તો આ મંદિરને દૈવી શક્તિનું ઉર્જાપિંડ માને છે કારણકે આ સ્થાનકે તમામ દેવી દેવતાઓના આશિર્વાદ મળી જાય છે. મંદિરના પ્રાગંણમાં દેવાધી દેવ મહાદેવની વિશાળ મુરત આવેલી છે જેમના નાભી સ્થાનમાંથી પ્રવેશ મેળવીને ભક્તો દર્શાર્થે જાય છે દેવાધી દેવ મહાદેવના.અને અહિ ન માત્ર એક શિવલિંગ પરંતુ 12 જ્યોતિર્લીગં પણ સ્થાપિત છે.
ભવ્યાતિ ભવ્ય શ્રી માઇ મંદિરની દક્ષિણ દિશામાં બીજુ એક સ્થાપ્તય છે જ્યા દેવાધી મહાદેવના અલગ અલગ સ્વરુપના દર્શન ભક્તોને થાય છે. મુખ્ચત્વે કેશવભવાની આશ્રમ તરીકે જાણિત શ્રી માઇ મંદિરનો મહિમા અનેરો છે અને આ ધામના દર્શન કરીને ભક્તોને થાય છે ધન્યતાની અનુભુતિ.
Aaj No Suvichar In Gujarati | સુવિચાર ગુજરાતી
મનુષ્ય ભલે ગમે એટલુ કરે પરંતુ, આખરે તેને પુણ્ય કરતા વધારે અને સમયથી વહેલા કશું પ્રાપ્ત થતુ નથી