મોસ્કોમાં 15મા VTB ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પુટિને પણ પશ્ચિમી બ્રાન્ડ્સને બદલવા માટે નવી રશિયન બ્રાન્ડના ઉદયની નોંધ લીધી આ દરમિયાન, તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે રશિયાનો આયાત અવેજીકરણ કાર્યક્રમ ભારતની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ જેવો છે અને કહ્યું કે ભારતનું નેતૃત્વ તેના હિતોને પ્રાથમિકતા આપવાની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ભારતમાં રશિયન મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ સ્થાપવાની પણ ઓફર કરી હતી.
પુતિને કહ્યું, વડાપ્રધાન મોદીનો આવો જ એક કાર્યક્રમ છે 'મેક ઇન ઇન્ડિયા'. તેમણે કહ્યું, અમે ભારતમાં અમારી મેન્યુફેક્ચરિંગ સાઇટ સ્થાપવા માટે તૈયાર છીએ. ઉપરાંત, ભારતીય અર્થતંત્રમાં રોઝનેફ્ટ દ્વારા US$ 20 બિલિયનનું સૌથી મોટું રોકાણ તાજેતરમાં થયું છે. તમને જણાવી દઈએ કે રોઝનેફ્ટ રશિયન ફેડરેશનની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની છે.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતના વડાપ્રધાન અને ભારત સરકાર સ્થિર પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે અને તેનું કારણ એ છે કે ભારતીય નેતૃત્વ ભારતને પ્રાથમિકતા આપવાની નીતિ અપનાવી રહ્યું છે અને ભારતમાં રોકાણ કરવું નફાકારક છે.