Read Also : Kalyan Pushti Haveli : જાણો અમદાવાદ માં ક્યાં છે બિરાજીત યમરાજાની બહેન યમુનાજી ?
ભાવ ભાવેશ્વર મહાદેવનો મહિમા અપંરપાર છે.અને તેનીથી પણ રસપ્રદ આ શિવાલયની સ્થાપનાની કથા છે.કહેવાય છે કે સહ્યાદ્રી પર્વતમાળામાં માન નદીના કિનારે આ શિવાલયની સ્થાપનાનો વિચાર મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજને ઇ,સ 1997માં આવ્યો હતો.નાસિકના સંપન્ન એવા કૈલાસમઠની ગાદી છોડીને પોતાના ગુરુકાર્યને આગળ વધારવા માટે અને સામાજીક ઉત્થાન માટે તેમણે ધુણી ધખાવાનું શરુ કર્યુ.વર્ષોની આ પ્રખર તપ પછી.ઇ.સ 1997માં મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીના મુખમાંથી શિવરાત્રીના પાવન સમયે મુખમાંથી ભાવભાવેશ્વરની જયનો ઉદઘોષ થયો.અને તે જ સમયથી તેમણે આ જ સ્થાનકે મંદિર નિર્માણનો સંકલ્પ લીધો.

Read Also : જાણો નડિયાદ ખાતે આવેલ શ્રી કેશવભવાની મંદિર | Keshav Bhavani Mandir નો મહિમા
અષ્ટધાતુથી બનેલ આ શિવલીંગ ખુબજ સુંદર અને મનમોહનારુ છે.આ શિવલિંગના નિર્માણ માટે શાસ્ત્રોક્ત રીતે નિયત 25 કિલો સોનું ,125 કિલો ચાંદી ,પ00 કિલો પારો ,અને 1400 ગ્રામ જેટલુ પ્લેટિનમ ઉપયોગમાં લઇને 6 ટન વજન વાળુ અને 54 ઇંચ ઉંચુ અને 81 ઇંચ લંબાઇનું અગિયારમુખી શિવલિંગ તૈયાર કરાયુ.અને તે દિવસથી જ ભક્તોમાં આ શિવાલયને લઇને અનેરો મહિમા જોવા મળી રહ્યો છે.

Read Also : 1500 કિલો સુવર્ણ શણગારમાં સજ્જ છે સલાબતપુરમાં સ્થાપિત ભવાની માતાનું પ્રાચીન મંદિર , આવો જાણીએ પ્રાચીન મંદિરનો મહિમા
શિવલિંગની સ્થાપના પછી આ જ સ્થાને એક વિશાળ શિખર ધરાવતા શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યુ.કહેવાય છે કે આ સ્થાને હિંદુ ધર્મના લગભગ તમામ દેવી દેવતાઓ અને તમામધામ અને જ્યોતિર્લીંગોની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે જેના કારણે તમામ તિર્થ સ્થાનોએ ન જઇ શકતા ભક્તો માત્ર અહિયા જો દર્શન કરવા માટે આવે તો તેમની તમામ મનોકામના પુર્ણ થાય છે.
આ વિશાળ સંકુલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તોની ભવ્યતાની અનુભુતિ થાય છે. મંદિરની મુખ્ય ગર્ભ ગૃહમાં પ્રવેશતા પહેલા બે વિશાળ કદના હાથીની પ્રતિકૃતિ ભક્તોનું સ્વાગત કરે છે.અને ત્યારં બાદ તેમને મુખ્ય ગર્ભ ગૃહમાં પ્રવેશતા જ દર્શન થાય છે ભાવભાવેશ્વર મહાદેવના,.આ મંદિરમાં એક સુંદર ગોશાળા,કોલેજ અને આવાસ પણ બનાવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે.મંદિરના અન્ય ભાગમાં અન્ય દેવી દેવતાઓની મુર્તિઓ સ્થાપિત કરવામાંઆવી છે.
એક સ્થાને અહિં શિવના જ રુદ્ર અવતાર ગણાતા હનુમાનજીની પંચમુખી મુર્તિ સ્થાપિત કરાઇ છે તો બીજી તરફ શનિમહારજના આકાર અને નિરાકાર બન્ને સ્વરુપને અહિં સ્થાપિત કરવામાં આવ્યા છે .જેના દર્શન કરીને પણ ભક્તો ધન્ય થાય છે.અહિં દેવીના પણ અનેક સ્વરુપોને વિદ્યમાન કરવામાં આવ્યા છે.અહીં મા વૈષ્ણોદેવીની પ્રતિમાના પણ ભક્તોને દર્શન થાય છે તો દેવી લક્ષ્મી.અને દેવી સરસ્વતીના પણ દર્શન અહીં ભક્તોને થાય છે.
અહિં યશોદાના લાલા શ્રી કૃષ્ણ સંગ રાધાના પણ દર્શન થાય છે તો રામ સંગ સિતા માતા અને ભાઇ લક્ષ્મણના પણ દર્શનનો લ્હાવો ભક્તો લે છે.કહેવાય છે કે જીવનમાં કોઇ પણ ગ્રહને લગતી સમસ્યા હોય તો માત્ર નવગ્રહોના દર્શન કરી લો તો તે ભક્તની તમામ તકલીફોમાંથી તેને મુક્તિ મળી જાય છે.આ નવગ્રહોના દર્શન પણ ભક્તોને અહીં જ થાય છે .
મા દુર્ગાના નવ સ્વરુપના પણ ભક્તો અહિં દર્શન કરી શકે છે.જ્યાં ભકત્તો પોતાની મનશા મા ને કહીને તેને પુર્ણ કરી આપવાની અરજ માને કરે છે.મંદિરના એક સ્થાને દેવાધીદેવ મહાદેવના મુર્તિ સ્વરુપે પણ દર્શન થઇ રહ્યા છે જ્યાં ભક્તોને શિવજી એક હાથમાં ત્રિશુળ લઇને તો અન્ય હાથેથી ભક્તોને આશિર્વાદ આપતા હોય તેવુ ભાસિત થાય છે.
ખરેખર અહિં દર્શનને આવતા ભક્તો શિવનામ લેવા જાણે મજબુર બનતા હોય તેવુ વાતાવરણ આ શિવાલયમાં જોવા મળે છે.ખરેખર અનોખો છે ભાવભાવેશ્વરનો મહિમા અને અપરંપાર છે ભક્તોની તેમના પર અપાર શ્રદ્ધા.

Aaj No Suvichar In Gujarati | સુવિચાર ગુજરાતી
આપણા સિમિતથી પરિસ્થિતી બદલાવી જોઈએ, ના કે પરિસ્થિતીથી આપણું સ્મિત