મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો. ઉદ્ધવ ઠાકરે એ CM ફડણવીસ સાથે કરી મુલાકાત. મિટિંગ બાદ ઠાકરે એ કહ્યું અમને વિપક્ષમાં બેસવાનો જનાધાર મળ્યો છે એ અમે દિલથી નિભાવીશું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પ્રથમ વખત પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. શિવસેના યુબીટીના વડા ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા હતા. આ બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું કે આ માત્ર એક સદ્ભાવના બેઠક હતી, અમે ચૂંટણી જીતી શક્યા નથી, મહાગઠબંધન ચૂંટણી જીતી ગયું. તેથી હવે મહારાષ્ટ્રના હિતમાં કામ થશે તેવી અપેક્ષા છે. હવે અમે જનતા દ્વારા અમારો અવાજ ઉઠાવવાના છીએ.
આ ખાસ બેઠકને લઈને શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "આજે અમારા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સીએમ દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ બંને નેતાઓએ સમારોહમાં હાજરી આપી ન હતી.