કલ્યાણકારી આ ધામમાં બિરાજીત ભવાની માતાની મૂર્તિનો સુંદર શણગાર આકર્ષણનું કેન્દ્ર છે માતાજીને 1500 કિલો સોનાનો શ્રૃંગાર કરવામાં આવે છે જેથી જ ભવાની માતાની મૂર્તિ વધુ અલૌકિક અને ભવ્ય લાગે છે. આ ધામ સાથે એક રોચક ઈતિહાસ પણ જોડાયેલો છે જેમાં વર્ષ 1792માં ગુણશંકર નામના ભક્તને માતાજીએ સ્વપ્નમાં આવીને સૂર્યપુર બંદર જવાનું કહ્યુ. સંજોગોવસાત ગુણશંકરને સુરત આવવાનું થયુ અને ફરી સ્વપ્નમાં આવીને માતાજીએ પોતાની હાજરી એક કુવામાં હોવાનુ અને તે કુવા પાસે ભક્તિ કરવાનું કહ્યુ. ત્યાર બાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવત ૧૮૫૯ માં માગશર સુદ પાંચમની રાત્રિએ સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કૂવાની અંદર પુરાયેલા હોવાથી બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઇ.સ. ૧૮૦૨ માં માગસર સુદ છઠ્ઠને દિવસે માતાજીની મૂર્તિ કૂવામાંથી બહાર કાઢી હતી.
માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ હોવાથી સિંહવાણી ભવાની માતાજી નામ આપવામાં આવ્યું.જે તે વખતે માતાજીની સ્થાપના એક નાની દેરીમાં કરવામાં આવી પરંતુ સમય જતા આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો.સાથે જ તે સમયનાં નવાબે માતાજીને અઢી કિલોનું મુગટ અર્પણ કર્યુ હતુ જે આજે પણ માતાજીનાં મસ્તક પર શોભે છે.
ભવાની માતાની આ ચમત્કારિક મૂર્તિનાં દર્શન કરીને ભક્તો પુણ્યનું ભાથુ બાંધે છે. આ મંદિરમાં દર્શન કરીને ભક્તોને શાંતિની અનુભતિ થાય છે સાથે મંદિર સંચાલકો દ્રારા ભક્તોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવતા મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે.
Aaj No Suvichar In Gujarati | સુવિચાર ગુજરાતી
જ્યારે તમારા પોતાના તમારાથી દુર થવા લાગે, ત્યારે સમજી લેવુ કે તેમની જરુરત પતી ગઇ છે.