Chandrayaan 3 Information : Chandrayaan-3 માં અમદાવાદ ISROએ મહત્વનો ફાળો, Chandrayaan-3 માં ઉપયોગી ઉપકરણ સહિત 11 પાર્ટ્સ તૈયાર કર્યા

Newsvishesh
0

Chandrayaan 3 Information : ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી રહ્યું છે. જેમાં અમદાવાદ ખાતે આવેલ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું (Ahmedabad Space Application Centre) પણ ખૂબ જ મોટું યોગદાન છે. અમદાવાદ ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ-અલગ 11 જેટલા પાર્ટ્સનો આ Chandrayaan-3 અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ઇસરો કેન્દ્ર (Ahmedabad ISRO Centre) ખાતે સેટેલાઈટના સેન્સર અને પેલોડ બનાવવામાં આવ્યા છે. ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ થઈ શકે તેના માટે સેન્સર અને પેલોડ ખૂબ મદદરૂપ બનશે. આ ઉપરાંત કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટીમીટર સેન્સર, પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર જેવા પાર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

ચંદ્રયાન-3 સરળતાથી લેન્ડિંગ થઈ શકે તે માટે સેન્સર અને પેલોડ ખૂબ જ જરૂરી પાર્ટ્સ છે. આમ,અલગ-અલગ 11 પાર્ટ્સ અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે જે ચંદ્રયાન-3ના મિશનમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે.

મહત્વનું છે કે ચંદ્રયાન બે વખત યોગ્ય રીતે લેન્ડીંગ થઈ શક્યું ન હતું જેથી 21 અલગ અલગ પ્રણાલીનો ફેરફાર કરી Chandrayaan-3 માં સફળતા મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો ચંદ્રયાન-3માં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે તો ચંદ્ર પરનું વાતાવરણ તેની જમીન, કેમિકલ્સ સહિતની માહિતી પ્રાપ્ત થશે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top