એક એવું ગામ જ્યાં વર્ષોથી નથી થતી હોળીના પર્વની ઉજવણી, જાણો શુ છે રહસ્ય

Newsvishesh
0

બનાસકાંઠામાં આવેલા રામસણ ગામના સ્થાનિકો સાધુ-સંતોએ આપેલા શ્રાપના લીધે હોળીના પર્વની ઉજવણી કરતાં ગભરાય છે. તો આવો જાણીએ શું છે સાધુઓએ આપેલો એ શ્રાપ. જેની અસર 208 વર્ષથી ગ્રામજનોને થઇ રહી છે.


Read Also : Kalyan Pushti Haveli : જાણો અમદાવાદ માં ક્યાં છે બિરાજીત યમરાજાની બહેન યમુનાજી ?


રાજ્ય અને દેશભરમાં ધામધૂમ પૂર્વક હોળીનાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના રામસણ ગામે વર્ષોથી હોળીના પર્વની ઉજવણી કરવામાં આવતી નથી. રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વર હતું અને એવું પણ કહેવાય છે કે શ્રી રામે અહિંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. પૌરાણિક મહત્વ ધરાવતા આ ગામમાં 208 વર્ષથી હોળીપર્વની ઉજવણી કરવામાં આવતી નથી. એક લોકમાન્યતા પ્રમાણે જ્યારે આ ગમમાં હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે ત્યારે ગમમાં ભીષણ આગ લાગે છે અને જાલમાલનું નુકસાન પહોંચે છે. આવો એક બે નહીં પણ ત્રણ ત્રણ વખત ગ્રામજનોને અનુભવ થઇ ચુક્યો છે.


Read Also : Shri Bhav Bhaveshwar Mahadev Temple : તેરમાં જ્યોતિર્લીંગ ભાવ ભાવેશ્વર મહાદેવ જાણો મહિમા


એક લોકવાયકા પ્રમાણે આ ગામમાં જ્યારે રાજાનું રાજ હતું ત્યારે રાજાએ સાધુ-સંતોનું અપમાન કર્યું હતું. રાજના વર્તનથી ક્રોધિત થયેલા સાધુ-સંતોએ ગામને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે ગામમાં આગ લાગશે અને હોળીના દિવસે ગામમાં ભીષણ આગ ફાટી નિકળી. આ આગમાં અનેક ઘર બળીને ખાખ થઇ ગયા. સાધુસંતોના શ્રાપના વર્ષોબાદ ગ્રામજનોએ ફરી હોળીકાદહન કરવાનું સાહસ કર્યું અને ગામમાં ફરીથી ભીષણ આગ લાગી. હોળીકાદહન વખત ગામમાં આગના બનાવોથી ડરી ગયેલા ગ્રામજનોએ હોળીના પર્વની ઉજવણી કરવાનું જ બંધ કરી દીધું.


Read Also : 1500 કિલો સુવર્ણ શણગારમાં સજ્જ છે સલાબતપુરમાં સ્થાપિત ભવાની માતાનું પ્રાચીન મંદિર , આવો જાણીએ પ્રાચીન મંદિરનો મહિમા


રામસણ ગામે હોળીના દિવસે ગ્રામજનો એકઠા થઇને પ્રસાદ વહેંચીને તહેવારની ઉજવણી કરે છે. જ્યારે ધૂળેટીના પર્વની ગ્રામજનો ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top