સરકારી બેંકોના ખાનગીકરણ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે બેંકોનું ખાનગીકરણ સમય પ્રમાણે થશે. કેન્દ્ર સરકારની તરફથી ઘણી બેંકોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે એકવાર ફરીથી બેંકોના ખાનગીકરણ પર મોટી ખબર સામે આવી રહી છે. કેન્દ્રીય નાણામંત્રીએ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે સરકારી બેંકના ખાનગીકરણના પ્રશ્નનો જવાબ આપ્યો હતો. સરકારી બેંકોના ખાનગીકરણ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે બેંકોનું ખાનગીકરણ સમય પ્રમાણે થશે. સરકાર તેના સમયપત્રકમાંથી પાછળ નહીં હટે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેની ખાનગીકરણ યોજના પર અડગ છે. અને તે સમયસર પૂર્ણ થશે. બેંકોના ખાનગીકરણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે સરકાર ધીરે ધીરે દરેક વસ્તુનું ખાનગીકરણ કરવા મક્કમ છે.
હકીકતમાં, સરકાર કહે છે કે બેંકોનું ખાનગીકરણ તેના પોતાના સમય અનુસાર થશે. સમયમર્યાદામાં વિલંબને કોઈ અવકાશ નથી. મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા નાણાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવા પર નજર રાખી રહી છે. દેશમાં છૂટક ફુગાવો હવે ઘટીને 4.8 ટકા પર આવી ગયો છે. સરકાર પણ ટેક્સ લગાવીને સ્થાનિક બજારો પર નજર રાખી રહી છે.