વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. તો વાવાઝોડાના ખતરાને લઈ ભાવિકોને સોમનાથ મંદિરે દર્શન માટે ના આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પ્રથમ જ્યોર્તિંલિંગ સોમનાથ મંદિરમાં ભાવિકોને દર્શનાર્થે ના આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાના સંભવિત જોખમને લઇને ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ મંદિરની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
જિલ્લા કલેક્ટર અને વહિવટી તંત્ર દ્વારા મંદિરની સુરક્ષાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ગીર સમોનાથ જિલ્લાના કોડીનાર, મૂળ દ્વારકા, છરા અને માઢવાડ ગામે વસતા લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા. વાવાઝોડાના પગલે માઢવાડ બંદરેથી 160થી વધારે લોોકને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય વિમલ ચુડાસમા દરિયાકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી.
વરસાદના કારણે વીજ પોલ અને 20થી વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા. સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તાતીવેલા ડાભોરની દેવકા નદી અને માધુપુર ગીર સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ હતી.