યમુના શાંત થઈ તો હવે ગંગા તોફાની બની છે, હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા એકનું મોત થયું

Newsvishesh
By Newsvishesh 277 Views
India Flood ( Image Credits : Twitter/@ANI)

હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું, જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહન પાણીમાં વહી ગયાં હતાં. દિલ્હીમાં યમુના નદીનો જળસ્તર સતત ઘટી રહ્યો છે. એ જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં ગંગા નદીનો જળ સ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયો છે.

હરિદ્વારમાં ગંગાનો જળસ્તર 293.15 મીટરથી ઉપર નોંધાયો હતો, જ્યારે ખતરાના નિશાન 294 મીટર છે. નદીને અડીને આવેલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેવપ્રયાગ ખાતે ગંગા નદી 20 મીટર અને હૃષિકેશ પહોંચતા સુધીમાં 10 સેમી વધી હતી.વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાંક નાનાં મંદિરોમાં પાણી ભરાઈ ગયાં છે.

Share This Article
Leave a comment