Rathyatra 2024 : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ , ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે અને ભક્તો પણ આતુર છે પોતાના વ્હાલાના વધામણા કરવા માટે ત્યારે રથયાત્રા પહેલા ધામધૂમપૂર્વક જળયાત્રા કાઢવામાં આવી હતી અને આ પવિત્ર દિવસે ભગવાન પોતાના નિજ મંદિર જગન્નાથ મંદિરથી પોતાના મોસાળ જાય છે અને પંદર દિવસ સુધી મામાના ઘરે રોકાતા હોય છે ત્યારે ભક્તિ સંદેશની ટીમ આપને આજે દર્શન કરાવેશ સરસપુરમાં આવેલ રણછોડરાયજી મંદિરના કે જ્યાં પ્રભુને લાડ લડાવામાં આવી રહ્યા છે.
સરસપુરમાં પ્રખ્યાત રણછોડરાયજી મંદિર આવેલુ છે જ્યાં રણછોડરાયજીની સુંદર મૂર્તિ બિરાજીત કરવામાં આવી છે, ત્યારે હાલમાં ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પ્રતિમા ભક્તોના દર્શન માટે મુકવામાં આવી છે અને સરસપુરવાસીઓ પણ પોતાના ભાણેજને લાડ લડાવી રહ્યા છે..નિત્યા સતત પંદર દિવસ સુધી સવાર સાંજ અહીં ભજન મંડળી દ્રારા ભજનો ગાઈને સંગીતના તાલે નાથની ભક્તિ કરાવમાં આવે છે.
સરસરપુરના પ્રવેશ દ્વાર પર 20 ફૂટ લાંબો અને 15 ફૂટ ઉંચો ગેટ બનાવામાં આવ્યો છે..સાથે જ રણછોડરાયજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે..તો ભક્તો દ્રારા નિત્ય ભજનની સાથે ભગવાન જગન્નાથને રાજભોગ પણ ધરાવવામાં આવે છે..તો ભક્તોને ભગવાનને પ્રિય જાંબુ પ્રસાદ રૂપે આપવામાં આવે છે…તો સરસપુર વાસીઓ પણ પોતાના ઘરઆંગણે ભગવાન બિરાજમાન હોવાથી પોતાને ધન્ય સમજે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ભાણેજની મહેમાનગતિમાં અને લાડ લડાવામાં કોઈ કચાસ ન રહી જાય તેનુ પુરેપુરુ ધ્યાન રાખે છે.