Rathyatra 2024 Ahmedabad: વસ્ત્રાલ ખાતેથી ભગવાન જગન્નાથજીની નીકળી શોભાયાત્રા

Newsvishesh
By Newsvishesh 120 Views

Rathyatra 2024 Ahmedabad : 147મી રથયાત્રાની(Rathyatra) ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે વાજતે ગાજતે વસ્ત્રાલ ખાતેથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. આજે યજમાન પરિવારના ઘરે ભગવાન જગન્નાથજી પધાર્ય અને યજમાન સાથે ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળી હતી. વાજતે ગાજતે ઢોલના તાલે ઝૂમીને સામૈંયા સાથે ભગવાન જગન્નાથજીની વસ્ત્રાલમાં શોભાયાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા.

બીજી તરફ રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં આ વખતે આસમાની કલર , વાઇટ, રેડ, વેલવેટ , ગઝીસિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે. જેનું કાપડ બનારસ, વૃંદાવન, મથુરા, બેંગ્લોર, અને હૈદરાબાદથી લવાયું હતું. ડાયમંડ,જરદોષી, મોતી વર્ક, ઝરી વર્કથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે. જ્યાં વાધા તૈયાર કરવામાં દોઢ મહિનાની મહેનત કરવામાં આવી છે. જોધપુરી જવેલરી ભગવાન જગનાથજી માટે તૈયાર કરાઈ છે.

રથયાત્રામાં ભગવાનના વાઘા 20 વર્ષથી અમદાવાદના સુનિલ ભાઈ બનાવે છે. દર વર્ષે મામેરાને લઈને ડ્રો દ્વારા નામ બહાર પડતું હોય છે ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું નામ ખુલ્યું છે. જેઓ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે અને હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. તેમના તરફથી મામેરાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા, ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે.

ઓડિશાના જગન્નાથ પુરી(Jagannath Puri) બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે.

Share This Article
Leave a comment