Income Tax Budget 2024 : ઈન્કમ ટેક્સને લઇને સૌથી મોટી જાહેરાત, સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં આપી મોટી છૂટ

Newsvishesh
By Newsvishesh 164 Views

Income Tax Budget 2024 : બજેટમાં આવકવેરામાં રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

આ અંતર્ગત હવે 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે 3-7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગશે. 7-10 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 10-12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 12-15 લાખ રૂપિયાની આવક પર 20% ટેક્સ અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. જોકે, જૂના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર ન હોવાથી અનેક નાગરિકોને નિરાશા મળી છે.

આ બજેટ લોકો માટે ફુલગુલાબી સાબિત થયું છે. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સ માટે કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે

નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો.

મોટા ટેક્સ કેસોની સુનાવણી માટે વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. ટેક્સ વિવાદો 6 મહિનામાં ઉકેલવાના પ્રયાસો. આવકવેરા પ્રણાલીને સરળ બનાવવામાં આવશે. ટેક્સ કાયદાઓને સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત TDS ભરવામાં વિલંબ માટે કોઈ ફોજદારી કેસ થશે નહીં. TDS લેણાંની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

Share This Article
Leave a comment