baba ramdev supreme court news : પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં, કંપનીએ હવે તેની ભૂલ માટે માફી માગી છે. પતંજલિ આયુર્વેદ અને તેના MD આચાર્ય બાલકૃષ્ણએ ભ્રામક દવાઓની જાહેરાતો આપવા બદલ સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. અને કહ્યું ભ્રામક જાહેરાતો નહીં બતાવીએ. જો કે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવેલુ છે.
આ માફીપત્રમાં જાહેરાત ફરીથી પ્રસારિત નહીં કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે કંપનીના મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નહોતી. તે કહે છે કે તેમનો ઉદ્દેશ પતંજલિ ઉત્પાદનોનું સેવન કરીને નાગરિકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
મહત્વનું છે કે કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક દવાની જાહેરાતના કેસમાં સ્વામી રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણને 2 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. કંપની અને આચાર્ય બાલકૃષ્ણએ નોટિસનો જવાબ દાખલ કર્યો ન હતો, જેના કારણે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
હવે તેમને આગામી તારીખે કોર્ટમાં હાજર થવું પડી શકે છે. કોર્ટે 19 માર્ચે થયેલી સુનાવણીમાં નોટિસ જારી કરી હતી અને તે પણ પૂછ્યું હતું કે શા માટે તેની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ