વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતની રાજ્યસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી (External Affairs Minister S. Jaishankar files nomination) નોંધાવી હતી.ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી(Rajyasabha Election) યોજાવાની છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ગાંધીનગરથી આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, એસ જયશંકરનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થશે વિદેશ પ્રધાન એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારી નોંધાવનાર પ્રથમ વ્યક્તિ છે, ભાજપે હજુ સુધી અહીંથી વધુ બે લોકોને નોમિનેટ કરવાની બાકી છે. નામાંકન ભરતી વખતે જયશંકરે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં દેશમાં જે ફેરફારો થયા છે તેનો ભાગ બનવાનો મને ગર્વ છે.ગુજરાત વિશે વાત કરતા તેમણે કહ્યુ કે છેલ્લા 4 વર્ષોમાં તે ગુજરાતમાંથી ઘણુ શિખ્યા છે અને તેમને ફરી આ પદ શોભાવવાનો મોકો મળ્યો છે તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસનું સંખ્યાબળ ઓછુ હોવાથી આ બેઠકો પર તેઓ ઉમેદવાર ઉભા નહીં રાખે જેથી ત્રણેય બેઠક ભાજપના ફાળે જશે તે નક્કી છે.