જયપુરમાં ઘરમાં લાગેલી આગમાં એક પરિવાર જીવતો ભડથું થયો હતો. આ દુર્ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ બાળકોનાં મોત થયાં હતાં. ફાયરબ્રિગેડની મદદથી વિશ્વકર્મા પોલીસ સ્ટેશને આગ પર કાબૂ મેળવીને બળેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કણવટિયા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.
એસએચઓ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે દુર્ઘટના સવારે લગભગ 7.30 વાગ્યે જેસલ્યા ગામમાં બની હતી. આ પછી જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સિલિન્ડરમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સિલિન્ડર અને સ્ટવ. રૂમના દરવાજા પાસે રાખવામાં આવ્યાં હતાં, જેથી કોઈ બહાર ન આવી શક્યું. રેગ્યુલેટર પેનલમાંથી આગ નીકળી હતી, જેના કારણે રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી અને પરિવાર બળીને ખાખ થઈ ગયો હતો.