રશિયામાં ભારતનો ડંકો, રશિયન સૈન્ય માટે ‘મેડ ઇન બિહાર’ બૂટ

Newsvishesh
By Newsvishesh 278 Views

બિહારનું હાજીપુર શહેર, જે તેના કૃષિ ઉત્પાદન માટે જાણીતું છે, તે રશિયન સૈન્ય માટે સલામતી જૂતાનું ઉત્પાદન કરી રહ્યું છે. હાજીપુરમાં રશિયા સ્થિત કંપનીઓ માટે સેફ્ટી જૂતા બનાવવામાં આવી રહ્યાં છે અને યુરોપિયન બજારો માટે ડિઝાઇનર શૂઝ બનાવવામાં આવે છે.

હાજીપુરમાં આ કામગીરી 2018 માં શરૂ કરવામાં આવી હતી, અને મુખ્ય હેતુ સ્થાનિકોને રોજગાર આપવાનો હતો. જોકે હાલ આ બૂટની કુલ નિકાસ રશિયા માટે કરવામાં આવી રહી છે જ્યારે ધીમે ધીમે યુરોપ પર પણ કામ કરવામાં આવશે અને ટૂંક સમયમાં સ્થાનિક બજારોમાં પણ આ બૂટ લોન્ચ કરાશે.

રશિયન સૈન્ય માટે આ સલામતી બૂટનીની ખૂબ જરૂરિયાત છે જ્યારે બૂટમાં પ્રાથમિક તેમની જરૂરિયાતો એ છે કે જૂતા ઓછા વજનના, સ્લિપ ન થાય અને -40 ડિગ્રી સેલ્સિયસ જેવી આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સામનો કરતા હોવા જોઈએ.

જ્યારે ગયા વર્ષે બિહારનાં હાજીપુરમાંથી 1.5 મિલિયન જોડીની નિકાસ કરવામાં આવી હતી. જેનું મૂલ્ય ₹ 100 કરોડ છે અને તેમનો ઉદ્દેશ્ય આવતા વર્ષે તેમાં 50 ટકાનો વધારો કરવાનો છે.

Share This Article
Leave a comment