પુણેના લોનાવાલા વિસ્તારમાં ત્રણ લોકોના મોત બાદ વધુ એક કિસ્સો આવ્યો સામે

Newsvishesh
By Newsvishesh 227 Views

પુણેના લોનાવાલા વિસ્તારમાં ભૂશી ડેમ પાસેના ધોધમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત બાદ આવો જ વધુ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં વેકેશન માણવાં એક ગયેલાં એક જ પરિવારનાં પાંચ સભ્યો ડુબ્યા હતાં જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં જેમાંથી 2 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે આજે ફરી એકવાર એક યુવક ભૂશી ડેમ પાસેનાં ડેમમાં નાહવા માટે ધોધમાં ઝંપલાવે છે તેવો વિડિયો સામે આવ્યો છે. જેમાં ધોધમાં ઝંપલાવનાર યુવક જોરદાર પાણીમાં તણાઈ ગયો છે.

આ ઘટના પિંપરી ચિંચવડની છે. પિંપરી ચિંચવડના તામ્હિની ઘાટ ખાતે ધોધમાં આ યુવક ડુબી જાય છે જેમાં યુવાનનું મોત થાય છે. જ્યારે મૃતક યુવાનનની ઓળખ સ્વપ્નિલ ધાવડે તરીકે થઈ છે, જે પોતાના જીમમાંથી અન્ય 32 લોકો સાથે ફરવા આવ્યો હતો.  શનિવારે સ્વપ્નિલ અને તેની સાથેના લોકો મુળશી તાલુકાના તામ્હીની ઘાટ ખાતે ફરવા ગયા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ઊંચાઈએથી ધોધમાં કૂદી રહ્યો છે. અને એ પછી તે પાણીના પ્રવાહની વચ્ચે તરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં, તે ધોધના રૌદ્ર મોજા સામે બાથ ભીડી શકતો નથી અને વહી જાય છે.

Share This Article
Leave a comment