OMG 2 Teaser Release : અક્ષયકુમાર બન્યો ભોલેનાથ, અરુણ ગોવિલ શ્રીરામનું પાત્ર ભજવશે,

Newsvishesh
By Newsvishesh 123 Views
OMG 2 Teaser Realase ( Image Credit : Akshaykumar/Instagram)

OMG 2 Teaser Release : બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે ઘણાં એવાં પાત્રો ભજવ્યાં છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શકે એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે ‘ઓહ માય ગોડ’માં ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ પછી આ ફિલ્મની સિક્વલ ‘OMG 2’ રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયકુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ફિલ્મ ‘OMG 2’નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષયકુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.

આ ફિલ્મમાં અક્ષયકુમાર લાંબા વાળ અને કપાળ પર ભસ્મ સાથે ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. પંકજ ત્રિપાઠીનો જબરદસ્ત રોલ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે. જેમાં પરેશ રાવલે અભિનય કર્યો હતો. અરુણ ગોવિલ ‘OMG 2’માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જેણે રામાનંદ સાગરની રામાયણમાં પણ ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકના વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા પર વાત કરી રહ્યા છે. તે કહે છે કે તકલીફમાં કરેલી હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.

ઈન્સ્ટાગ્રામ પર ટીઝર વીડિયો શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું, ‘રખ વિશ્વાસ’. તેણે જણાવ્યું કે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જણાવી દઈએ કે ‘OMG 2’ 2012માં આવેલી ફિલ્મ ‘OMG’ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષયકુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ‘OMG 2’ અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને ‘વાયાકોમ18’ સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે.

Share This Article
Leave a comment