વડાપ્રધાન મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જિલ બાઈડન સાથે વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડિનર પણ હોસ્ટ કર્યુ હતુ. જ્યાં રાષ્ટ્રપતિ બાઈડન અને ફર્સ્ટ લેડીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતુ. બાઈડનના મનપસંદ પાસ્તા અને આઈસક્રીમ પણ મેનુમાં સામેલ હતા. ડિનર બાદ વ્હાઈટ હાઉસમાં ગિફ્ટ (PM Modi Gifts) ડિપ્લોમસી જોવા મળી હતી.
રાષ્ટ્રપતિ બાઈડનને ’10 પ્રિન્સિપલ્સ ઓફ ઉપનિષદ‘ પુસ્તકની પ્રથમ આવૃત્તિની સાથે જ તેમને જયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ મૈસૂર ચંદનમાંથી બનાવેલ ખાસ બોક્સ ભેટમાં આપવામાં આવ્યું હતું. આ બોક્સની અંદર ભગવાન ગણેશની મૂર્તિ અને એક દીવો છે.
પીએમ મોદીએ જો બાઈડનને 10 પ્રિન્સિપલ્સ ઓફ ઉપનિષદ પુસ્તકની પ્રથમ આવૃતિની સાથે જ ચંદનમાંથી બનાવેલ ખાસ 10 દાનમ બોક્સ ભેટમાં આપ્યુ છે. જેમાં 10 દાનમની સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ અને એક ચાંદીનો દીવો છે.
દસ દાનમ 1 હજાર પૂનમ જોઈ ચૂકેલા વ્યક્તિને ભેટમાં અપાતી 10 વસ્તુઓ છે. કેલેન્ડરના કેલ્ક્યુલેશન મુજબ જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 80 વર્ષ અને 8 મહિના થાય છે ત્યારે તે એક હજાર પૂનમ જોઈ ચૂક્યો હોય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ હાલ લગભગ આટલી જ ઉંમરના છે. નવેમ્બરમાં બાઈડન 81મા જન્મદિવસ ઉજવશે. 10 દાનમ બોક્સમાં શું ભેટ હતી તેની વાત કરીએ તો દસ દાનમમાં પહેલું સ્થાન ગોદાનનુ છે. જેમાં પ્રતિક સ્વરૂપે પશ્ચિમ બંગાળના કારીગરોએ બનાવેલુ ચાંદીથી મઢાયેલુ શ્રીફળ મુકાયુ હતુ.
બીજુ સ્થાન ભૂદાનનું છે જેમાં પ્રતિક રૂપે ચંદનના ટૂકડાને તેમાં સામેલ કરાયા હતા. મૈસૂરથી ખાસ ચંદન મંગાવવામાં આવ્યુ હતું. તો ત્રીજા સ્થાન પર તલનું દાન આવે છે. જેના માટે તમિલનાડુમાં ઉગાડાતા સફેદ તલને બોક્સમાં રાખવામાં આવ્યા હતા.
ચોથા સ્થાન પર હિરણ્યદાન એટલે સોનાનું દાન આવે છે. રાજસ્થાનના કારીગરો દ્વારા હેન્ડમેડ અને 24 કેરેટ શુદ્ધ સોનાનો સિક્કો ભેટ આપવામાં આવ્યો.
પાંચમા સ્થાને આજ્ઞાદાન આવે છે. જેના માટે પંજાબથી મંગાવેલુ ઘી બોક્સમાં રાખવામાં આવ્યુ છે. દસ દાનમમાં છઠ્ઠુ સ્થાન વસ્ત્રદાનનું છે. જેના માટે ઝારખંડમાં હાથ વણાટથી તૈયાર થતુ ટસર રેશમનું કપડું બોક્સમાં મુકવામાં આવ્યું છે.
દાનમ બોક્સમાં સાતમુ સ્થાન ધાન્યનું આવ છે જેના માટે બોક્સમાં લાંબા ચોખા મુકવામાં આવ્યા છે જે ઉત્તરાખંડથી લાવવામાં આવ્યા છે.
આઠમા સ્થાન પર ગોળનું દાન આવે છે જેના માટે મહારાષ્ટ્રથી ગોળ મંગાવવામાં આવ્યો છે.
નવમા સ્થાન પર રૌપ્યદાન એટલે ચાંદીનું દાન કરવામાં આવે છે. જેના માટે રાજસ્થાનના કારીગરોએ તૈયાર કરેલો 99.5 ટકા શુદ્ધ ચાંદીનો સિક્કો મુકવામાં આવ્યો છે.
દસ દાનમમાં છેલ્લે મીઠાનું દાન હોય છે જેને લઈને ગુજરાતથી મંગાવેલુ મીઠુ રાખવામાં આવ્યુ છે.આ
સાથે PM મોદીએ અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડનને લેબમાં બનેલો 7.5 કેરેટનો ઈકો-ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. ગુજરાતના સુરતના વેપારીએ આ હીરો તૈયાર કર્યો હતો.
તો અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને વિટેંજ એમેરિકી કેમેરા, અમેરિકી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીથી જોડાયેલી એક પુસ્તક અને રોબર્ટ ફોસ્ટના કવિતા સંગ્રહની એક કોપી ભેટ કરી છે.
મહત્વનુ છે કે સાંજે જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. જેમાં રક્ષા સહયોગ, સાયબર, સ્પેસ, સપ્લાઈ ચેન અને ક્લાઈમેટ જેવા મુદ્દા પર ચર્ચા થશે. જેનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં વધુ મજૂબતી આવશે ત્યાર બાદ વડાપ્રધાન મોદી યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે.