Rain In India : દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદ, દેશભરમાં 72 કલાકમાં વરસાદથી 76 લોકોના મોત

Newsvishesh
By Newsvishesh 96 Views
Rain In India (Image Source : ANI)

Rain In India : દેશના ઉત્તરના રાજ્યોમાં વરસાદ ચાલું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં (Rain In India Today) અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો દેશભરમાં 72 કલાકમાં વરસાદથી 76 લોકોના મોત નિપજ્યા છે.

દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, યૂપી, અને પંજાબમાં છેલ્લા 6 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 72 કલાકની વાત કરવામાં આવે તો વરસાદના કારણે દેશના વિવિધ રાજ્યોમાં 76 લોકોના મોત નિપજી ચૂક્યા છે. યુપીમાં 34, હિમાચલ પ્રદેશમાં 20, જમ્મુ કાશ્મીરમાં 15, દિલ્લીમાં 5, રાજસ્થાન અને હરિયાણામાં એક-એકના મોત થયા છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં ત્રણ દિવસમાં 12 ઈંચ વરસાદ પડી ગયો છે. જે સામાન્યથી 10 ગણો વધારે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પહાડો ધસી રહ્યા છે. ભૂસ્ખલનના લીધે પણ મોતની સંખ્યામાં વધારે થયો છે. પીએમ મોદીએ પૂર અને વરસાદની સ્થિતિને લઈ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી હતી. 

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તો 12 જૂલાઈ સુધી હિમાચલ પ્રદેશના 12માંથી 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Share This Article
Leave a comment