અત્યારસુધીમાં 67 લોકોના જીવ બચાવનાર પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર માંગરોળના દરિયામાં ઘાયલ થયેલા ખલાસીને બચાવવા જતાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં કોસ્ટગાર્ડના બે જવાનોનાં મૃત્યુ થયાં….અને એક જવાન હજી પણ લાપતા છે… જ્યારે એકને બચાવી લેવામાં સફળતા મળી હતી. તો આ લાપતા જવાનને શોધી કાઢવા કોસ્ટગાર્ડ દ્વારા ઘટના સ્થળે કોસ્ટગાર્ડની 4 શિપ અને 2 હેલિકોપ્ટરો તહેનાત કરી દેવામાં આવ્યાં છે. આ હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર સમુદ્રમાં લેન્ડીંગ સમયે ક્રેસ થયું હતું અને તે પહેલા મદદની જરૂર છે તેવો સંદેશો પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ હેડ કવાર્ટરને મળ્યો હતો.
તાજેતરમાં પોરબંદરમાં આવેલા પૂર વખતે હાઈવે પર પણ લેન્ડિંગ કરીને આ હેલીકોપ્ટરે લોકોના જીવ બચાવ્યા હતા. આથી તે આમ દરિયામાં તૂટી પડ્યું એ બાબત ખૂબ અચરજ પમાડનાર છે…67 લોકોનો જીવ બચાવનારું રેસ્ક્યૂ હૅલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયું અને 2 જવાનના મોત નિપજ્યાં છે.
અત્યારસુધીમાં 67 લોકોના જીવ બચાવનાર પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર માંગરોળના દરિયામાં ઘાયલ થયેલા ખલાસીને બચાવવા જતાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં કોસ્ટગાર્ડના બે જવાનોનાં મૃત્યુ થયાં અને એક જવાન હજી પણ લાપતા છે. જ્યારે એકને બચાવી લેવામાં સફળતા મળી હતી. તો આ લાપતા જવાનને શોધી કાઢવા કોસ્ટગાર્ડ દ્વારા ઘટના સ્થળે કોસ્ટગાર્ડની 4 શિપ અને 2 હેલિકોપ્ટરો તહેનાત કરી દેવામાં આવ્યાં છે. આ હેલિકોપ્ટર પોરબંદરથી 45 કિમી દૂર સમુદ્રમાં લેન્ડીંગ સમયે ક્રેસ થયું હતું અને તે પહેલા મદદની જરૂર છે તેવો સંદેશો પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ હેડ કવાર્ટરને મળ્યો હતો.
તાજેતરમાં પોરબંદરમાં આવેલા પૂર વખતે હાઈવે પર પણ લેન્ડિંગ કરીને આ હેલીકોપ્ટરે લોકોના જીવ બચાવ્યા હતા. આથી તે આમ દરિયામાં તૂટી પડ્યું એ બાબત ખૂબ અચરજ પમાડનાર છે.