જાણીતા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બોઈંગ સ્ટારલાઈન કેપ્સ્યુલ મારફતે અવકાશમાં ગયા છે. અને આ સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાતા છેલ્લા એક માસથી તેઓ અવકાશમાં ફસાયેલા છે. ત્યારે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશા વધી છે. હાલમાં જ સુનિતા વિલિયમ્સે અવકાશમાંથી પ્રથમ સંદેશ મોકલ્યો છે. જેમાં તેમણે અને તેમના સાથી બુચ વિલ્મોરે સ્પેસ ક્રાફ્ટમાં ખામી હોવા છતાં પૃથ્વી પર પરત ફરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે ગત 5 જૂનના રોજ ફ્લાઈટ ટેસ્ટના ભાગરુપે સુનિતા વિલિયમ્સ સાથી બુચ વિલ્મોર સાથે અવકાશમાં ગયા હતા. અને ત્યારે આ મિશન આઠ દિવસનું હતું. પરંતુ અવકાશમાં ગયા બાદ સ્પેસ ક્રાફ્ટમાં હિલીયમ લીક અને થ્રસ્ટરમાં ખામી સર્જાતા તેમનું પૃથ્વિ પર પુનરાગમન અટકી પડ્યું છે.
સુનિતા અને બુચ વિલ્મોરે તેમના કેટલાક અનુભવો પણ શેર કર્યા છે. તેમણે અવકાશમાંથી આફ્રિકાના વાવાઝોડાને વિકસિત થતા જોયું હતું તેમજ વાવાઝોડાની કેટલીક ઈમેજીસ પણ મોકલી હતી. સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાઈ હોવા છતાં બંનેએ પૃથ્વી પર પરત આવવાની આશા વ્યક્ત કરી છે.