Pm Modi France Visit 2023 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક વિક્રમ સર્જ્યો છે. ફ્રાન્સે તેમને સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (The Grand Cross Of The Legion Of Honour) થી નવાજ્યા છે. ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (The Grand Cross Of The Legion Of Honour) સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય (Grand Cross Of The Legion Of Honour Indian Recipients) પીએમ બન્યા છે. સાથે પીએમની ફ્રાન્સ યાત્રાની ફળશ્રુતિ પહેલા જ દિવસે મળી છે. ફ્રાન્સમાં પણ હવે ભારતીય યુપીઆઈ પેમેન્ટ (France Accept UPI) થઈ શકશે સાથે જ ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ મોટો નિર્ણય લેવાયો છે.
પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (France President Name Emmanuel Macron) પીએમ મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું. અહીં લા સીન મ્યુઝિકલમાં તેમણે ભારતીયોને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું, હું પ્રતિજ્ઞા લઉં છું કે શરીરનો કણે કણ તમારા માટે છે.
Sharing highlights from the first day of the Paris visit. pic.twitter.com/OpGVkpqu9I
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ફ્રાન્સમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે. અગાઉ આ વિઝાની મર્યાદા માત્ર 2 વર્ષની હતી. પીએમ મોદીએ આ જાહેરાત કરતાં જ ઉત્સાહિત ભારતીય સમુદાયે મોદી મોદીના નારા લગાવ્યા.
Moments privilégiés de la Fête Nationale de la France, qui remplissent tous les Indiens de fierté. pic.twitter.com/CHrhRFFyRe
— Narendra Modi (@narendramodi) July 14, 2023
પીએમ મોદીના ફ્રાન્સ પ્રવાસથી વધુ એક મહત્વની સમજૂતિ પણ થઈ છે. સિંદાપુરની જેમ હવે ફ્રાન્સમાં પણ ભારતીય યુપીઆઈથી(UPI France) નાણાકીય વ્યવહાર થઈ શકશે. પીએમ મોદીએ ભારતીય સમુદાય સમક્ષ આ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, યુપીઆઈ પેમેન્ટ શરૂઆત વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવરથી કરવામાં આવશે.
મહત્વનું છે પીએમ નરેન્દ્ર મોદીને ફ્રાન્સે તેના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. જણાવી દઈએ કે, ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. આ ઉપરાંત ભારત ફ્રાન્સ પાસેથી વધુ રાફેલ લડાકુ વિમાન અને 3 સ્કોર્પિયો સબમરીન ખરીદી રહ્યું છે. આમ પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય શરૂ કર્યો છે.