Biporjoy Cyclone Effect In Gujarat : જામનગરમા વાવાઝોડા પેહલા 22 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા 

Newsvishesh
By Newsvishesh 174 Views
Cyclone Mocha LIVE updates

Biporjoy Cyclone Effect In Gujarat વાવાઝોડાની અસર હેઠળ આવતા વિસ્તારમાં જામનગર પણ મોખરે છે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાય એ પહેલાં જ 22 ગામોના લોકોને સલામતી સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Biporjoy Cyclone પગલે જામનગરનું વહીવટી તંત્ર q બન્યું છે. બિપોરજોય વાવાઝોડના પગલે જિલ્લાના બંદરો પર 9 નંબરનું સિગ્લનલ લગાવવામાં આવ્યું છે સાથે જ વાવાઝોડાના પગલે જિલ્લામાં સ્થાનિક એરફોર્સ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તો વાવાઝોડા પહેલાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુ સિંહ ચૌહાણ અને સાંસદ પૂનમ માડમે દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત કરી.

વાવાઝોડાને લઈ જામનગરના ભયજનક વિસ્તારમાંથી 73 પ્રસુતાઓનું સ્થળાંતર કરી આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવી હતી તો 73માંથી 9 સગર્ભાઓની પ્રસૂતિ કરવામાં આવી છે. જિલ્લાના જામકંડોરણામાં પણ 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને લાલપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

દરિયા કિનારે વસતા લોકોને સ્થળાંતર કરી કોઈ બીજા સલામત સ્થળ પર જવા માટે MLA રીવાબા જાડેજા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી અને 10 હજાર ફૂડ પેકેટસ પણ તૈયાર કરી લોકોને પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

Share This Article
Leave a comment