રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ જાહેર

Gujarat Rrajyasabha Election Result : રાજ્યસભાની ગુજરાતની 11 પૈકીની 3 ખાલી પડેલી બેઠક ભાજપે બિનહરીફ રીતે અંકે કરી લીધી છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં યોજાશે શપથવિધિ. ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકના ઉમેદવાર એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા છે.

એકપણ રાજકીય પક્ષ તરફથી ઉમેદવાર ન નોંધાતા ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આગામી 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં દિલ્હી ખાતે ત્રણેય સાંસદ સભ્યો શપથ લેશે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.

ભાજપે આ ત્રણેય નેતાઓમાંથી એસ.જયશંકરને રિપીટ કર્યા છે. જ્યારે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટિકિટ કાપી નાખી હતી.

Leave a Comment