હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, 24 કલાક ભારે વરસાદની શક્યતાઓ

Heavy Rain In Gujarat : રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લામાં સામાન્યથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Heavy Rain In Gujarat (INAGE CREDIT : ANI)
Heavy Rain In Gujarat (INAGE CREDIT : ANI)

આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાથે સુરત, ભરૂચ અને વલસાડ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર રહેશે. તો ગીરસોમનાથ, જૂનાગઢમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આવતીકાલ માટે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરત અને ભરૂચમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આમ રાજ્યમાં આગમી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

Leave a Comment